ગેંગ્રીન એટલે શું

રક્તના અવરોધાયેલા પરિભ્રમણ અથવા બેક્ટેરિયાના ચેપને કારણે શરીરની પેશીઓ એક નિશ્ચિત સ્થાનમાં સીમિત થઈને નાશ પામવાની અને વિઘટન પામવાની પ્રક્રિયાને ગેંગ્રીન કહેવામાં આવે છે. ડાયાબિટીસ અથવા તો એથરોસ્ક્લેરોસિસના પરિણામસ્વરૂપ થતું પગનું ગેંગ્રીન એ ખૂબ મોટી તબીબી સમસ્યા બની ગઈ છે. જ્યારે ગેંગ્રીન થાય છે ત્યારે તે અંગને કાપવું પડે છે.

સૌથી જૂની પ્રક્રિયાઓમાંની એક એવી અંગવિચ્છેદન એ પગના પંજા/પગ અથવા હાથ/ભુજાના નીચેના અથવા ઉપરના છેડાઓનો સમગ્ર ભાગ અથવા આંશિક હિસ્સાને સર્જરી દ્વારા કાપવાની પ્રક્રિયા છે. જોકે, સારવારના તમામ પ્રકારો નિષ્ફળ નિવડે તે પછી જ અંગ કાપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવે છે. અંગવિચ્છેદન મોટાભાગેવાસ્ક્યુલર (લોહીની નસોની) બીમારીઓને કારણે કરવું પડે છે.

ધમનીઓ અવરોધાઈ જવાને કારણે પગમાં રક્તનો પૂરતો પુરવઠો પહોંચી શકતો નથી. જ્યારે ધમનીઓ સંકોચાઈ જવાની કે અક્કડ થઈ જવાની સમસ્યા ગંભીર સ્વરૂપ ધારણ કરી લે છે ત્યારે ગેંગ્રીન થાય છે અને અંગ કપાવવું એ જ એકમાત્ર વિકલ્પ રહે છે. ડાયાબિટીસને કારણે રક્તવાહિનીઓ અવરોધાઈ જતી હોવાથી અંગ વિચ્છેદનના 30-40 ટકા કિસ્સા ડાયાબિટીસનાદર્દીઓમાં જોવા મળે છે. સામાન્ય લોકોની સરખામણીએ ડાયાબિટીસના દર્દીઓમાં અંગવિચ્છેદનનું અંદાજિત જોખમ 15થી 40 ગણું વધું છે.

વધુ વાંચો

Copyright ©2018 Gangrene Treatment.in. All rights reserved.

Website Designed 2 Tech Brothers